સમુદાયનું ઉજ્જવળ ભવિષ્ય અહીં સાકાર થાય છે.
શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજ એક એકતાબદ્ધ અને પ્રગતિશીલ સમાજ છે જે સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સમાજ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને સામાજિક જાગૃતિ સંબંધિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. યુવાઓને માર્ગદર્શન અને વૃદ્ધોને સહાય આપવા માટે વિશેષ પહેલ કરવામાં આવે છે. સમાજનો મુખ્ય ઉદ્દેશ પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન જાળવી સમાજને મજબૂત બનાવવાનો છે. આ સંસ્થા સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
–: શ્રી હિંગળાજ માતાજીની સ્તુતિ :–
(રાગ : ઓ કરૂણાના કરનારા) હે માત હિંગુલા મારી, છે અદ્દભુત શક્તિ તમારી હું તુજ શરણે છું માડી, ભવસાગરથી લે ઉગારી ટેક થઇ જય ભૂલો બહુ મારી, છું અજ્ઞાની સંસારી ભક્તોના દુઃખ હરનારી, ભવસાગરથી લે ઉગારી ॥૧॥ કદિ છોરું કછોરું થાએ, તું દરિયા દિલ કહેવાએ મુજ જીવન રક્ષણ હારી, ભવસાગરથી લે ઉગારી ॥૨॥ તું પાર્વતી તું અંબા, તું આશાપુરી જગદંબા તું દૈત્યોને હણનારી, ભવસાગરથી લે ઉગારી ॥૩॥New member? Register your family or login to your account.